ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન મંજૂરી સિવાય કોઈપણ વ્યક્તિ હથિયાર ધારણ કરી શકશે નહીં

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ તા.૨૮/૦૫/૨૦૨૫ના રોજ જાહેર થયેલ છે. કચ્છ જિલ્લામાં તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ મતદાન તથા તા. ૨૫/૦૬/૨૦૨૫ના રોજ મતગણતરી થનાર છે. આ ચૂંટણીઓ દરમિયાન કચ્છ જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ મતદારો પોતાના મતનો ઉપયોગ મુક્ત અને નિર્ભય રીતે કરી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં થાય અને કોઈ વિક્ષેપો ઉભા ન થાય તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ પગલા લેવા જરૂરી જણાય છે.
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૧૩ અન્વયે ફરમાવેલ છે કે, કચ્છ જિલ્લાની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોના મતદાર વિસ્તારમાં અપવાદ સિવાયના કોઇપણ વ્યક્તિએ શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ની કલમ-૨ની વ્યાખ્યામાં આવતું કોઇપણ શસ્ત્ર ધારણ કરી ફરવુ નહીં. તેમજ હથિયાર પોતાના રહેઠાણના સ્થળે સેફ કસ્ટડી (SAFE CUSTODY)માં રાખવા. હથિયાર પરવાના હેઠળના પરવાનેદારોના સંદર્ભમાં વ્યક્તિગત અને વિગતવાર સમીક્ષા કરીને જામીન પર છૂટેલા વ્યક્તિઓના હથિયાર તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓના હથિયાર તેમજ અગાઉ કોઈપણ સમયે ખાસ કરીને ચૂંટણીના સમયગાળા દરમિયાન ૨મખાણોમાં સંડોવાયેલા હોય તેવી વ્યકિતઓના હથિયાર અને કોઇપણ પ્રકા૨ના ચૂંટણીલક્ષી ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવી વ્યક્તિઓના હથિયાર જે-તે પોલીસ સ્ટેશનમાં જમા લેવા માટે પોલીસ અધિક્ષકથી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ-ગાંધીધામને અધિકૃત કરવામાં આવે છે.

આ હુકમ હેઠળ ફરજ પર રોકાયેલા પોલીસ કર્મચારી/અધિકારીઓ કે જેઓની ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવેલ છે. તમામ મેજિસ્ટ્રેટ, કસ્ટમ, ફોરેસ્ટ, ઈન્કમટેક્ષ, સેન્ટ્રલ એકસાઈઝ, પોર્ટ, રેલવે, સંરક્ષણની ત્રણેય પાંખોના અધિકારીઓ/કર્મચારીઓ સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ (બેન્ક કોર્પોરેશન સહિત)ના નામે જે હથિયાર પરવાનો ધરાવતા હોય તેમને તેમના પ૨વાનાવાળા હથિયારો હેરફેર ક૨વા ૫૨ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે. ઔદ્યોગિક એકમો, ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો વગેરે પોતે ૫૨વાના ધરાવતી હોય તે સંસ્થા અને માન્યતા ધરાવતી સિક્યુરીટી એજન્સીના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત સહકારી કે કોમર્શિયલ બેન્કો, એ.ટી.એમ. તથા ક૨ન્સી ચેસ્ટની લેવડ-દેવડ ક૨તા હોય તેવા હથિયારધારી સિક્યુરીટી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે. આવા સિક્યુરીટી ગાર્ડે તેઓ જે એજન્સી/એકમમાં ફરજ બજાવતા હોય તે સંબંધિત એજન્સી/એકમનું ફોટોગ્રાફ સાથેનું ઓળખપત્ર પોતાની સાથે રાખવાનું રહેશે. તેમજ જે તે સંબંધિત એજન્સી/એકમના અધિકૃત અધિકારીશ્રીએ આવા સિક્યુરીટી ગાર્ડની વિગતવાર માહિતી જે તે સંબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશને આ અંગે નિયમોનુસારની ચકાસણી કરી લેવાની રહેશે. શૂટીંગની રમતના રમતવીર કે જેઓ વિવિધ સ્તરે રાષ્ટ્રીય રાઇફલ એસોસિએશનના સભ્ય છે અને તેમણે વિવિધ શૂટીંગ સ્પર્ધામાં ભાગ લેવાનો થતો હોય જેમાં તેઓ તેમની રાઇફલનો ઉપયોગ કરે છે તેમને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવે છે.
આ જાહેરનામાનો અમલ તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી ક૨વાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભા૨તીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
અંજના ભટ્ટી