Skip to content
ગાંધીધામ : અંજારના અકસ્માતના કેસમાં 13 વર્ષથી પલાયન ઇસમને પુર્વ કચ્છ પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડ્યો હતો. પોલીસના સતાવાર સાધનો પાસેથી મળતી વિગતો અનુસાર ઈસમ પ્રકાશસિંહ પુરનસિંહ રાવત સામે અંજાર પોલીસ સ્ટેશને વર્ષ 2006 માં ગુનો નોંધાયો હતો. પલાયન ઇસમોને પકડી પાડવાની સૂચનાના આધારે પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ વોચમાં હતી. ઈસમ પ્રકાશસિંહ રાજસ્થાનથી ગાંધીધામ આવતો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. બપોરના અરસામાં ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતેથી તેને ઝડપી લેવાયો હતો. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.