મુંદરાના મોટા કાંડાગરાથી નાની ખાખર વચ્ચેના માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
copy image

મુંદરાના મોટા કાંડાગરાથી નાની ખાખર વચ્ચેના માર્ગ પર ડમ્પરે બાઇકને હડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે સુત્રોમાથી મળતી માહિતી મુજબ ગત તા; 12/6ના રાતના 12 વાગ્યાના અરસામાં આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. અહી ભૂપતસિંહ નામનો 24 વર્ષીય યુવાન બાઇક લઇને જઇ રહ્યો હતો, તે સમય દરમ્યાન સામેથી આવતા ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા બાઇકને હડફેટમાં લેતાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ આદરી છે.
