ભચાઉમાં ચાલુ ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

copy image

ભચાઉમાં ચાલુ ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ બનાવ અંગે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 12/6ના મોડીરાત્રે શ્યામ રોડવેઝમાં કામ કરનાર ભચાઉના અમિન જુસબ ઘાંચી કંપનીનું ટેન્કર લઇને ગાંધીધામથી જામનગર ખાતે આ ચાલક ડીઝલ ભરવા નીકળ્યો હતો. ત્યારે ભચાઉના કેસરી ગઢ રિસોર્ટ નજીક પહોંચતાં એન્જિનમાંથી ધુમાડા નીકળતાં આ યુવાને ગાડી બાજુએ મૂકી પોતે ઊતરી ગયો હતો અને જોતજોતામાં આગ બહભૂકી ઉઠી હતી. આ બનાવ અંગે અગ્નિશમન દળને જાણ કરવામાં આવતા તેમની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. પોલીસે આ બનાવ અંગે આગળની વધુ તપાસ આરંભી છે.