રાપરના બાલાસરમાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી ત્રણ શખ્સો દ્વારા એક યુવાન પર હુમલો


રાપરના બાલાસરમાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી ત્રણ શખ્સો દ્વારા એક યુવાનને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોચાડવામાં આવી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ મામલે વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ ગત તા; 11/6ના ફરિયાદી પેટ્રોલપંપની દીવાલ પર બેઠા હતા. ત્યારે આરોપી શખ્સો ત્યાં આવી ફરિયાદીને તને બહુ હવા આવી ગઇ છે કહી ગાળાગાળી આપતા ફરિયાદીએ ના પાડતા આરોપી શખ્સોએ લોખંડના પાઇપ કાઢી તેને માર માર્યો હતો. ત્યાર બાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ આદરી છે.
