ભેખડા ગામમાં પાણી તથા રસ્તાની સમસ્યાનું નિરાકરણ લાવવા લોક માંગ ઉઠી

અમે, ગામ ભેખડા, ચામરા, ચકરાઈ ના ગ્રામજનો, ખુબ દુઃખ સાથે જણાવીએ છીએ કે વર્ષોથી અમારી મૂળભૂત સુવિધાઓ તરફ કોઈ તંત્ર ધ્યાન નથી આપતું. ભેખડા, ચામરા, ચકરાઈ, મીંઢીયારી જેવા વિસ્તારમાં ન તો પીવાનું પાણી નિયમિત મળે છે કે ન તો રસ્તાની સુવિધા ઉપલબ્ધ છે.
અમે અનેકવાર લેખિત તથા મૌખિક રીતે અરજી કરી છે, પરંતુ તંત્ર દ્વારા અત્યારસુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી.
એક તરફ લખપત તાલુકાની કેટલીક અરજીઓ પર તરત કાર્યવાહી થાય છે, જ્યારે બીજી તરફ અમારું ગામ જે તમામ પક્ષોના હોદેદારોથી ભરેલું છે, ત્યાં અભાવ અને અવગણના જોવા મળે છે.
દરેક ચૂંટણી સમયે નેતાઓ અમારી સાથે વાયદા કરે છે, પણ પછી અમે ભુલાઈ જઈએ છીએ.
હાલ પરિસ્થિતિ અત્યંત ગંભીર છે —
પશુઓ અને બાળકો પાણી તરસે છે.
હાલ જિલ્લા પચાયાત સદસ્ય મામદ ભાઈ જુગ ધ્વરા gmdc મારફતે પાણી ટેન્કર મળે છે
પાણી પુરવઠા દયાપર કોઈ કેયારે વેવસ્થા વેવસ્થિત નહિ થતી.
વરસાદ આવવાનો સમય છે, ત્યારે પરિવહન વ્યવસ્થા નબળી હોવાથી કોઈ બિમારી કે ઈમરજન્સી ઘટનામાં વાહન પણ પોંચી શકતું નથી.
આ પરિસ્થિતિમાં કોઈ દુર્ઘટના થાય તો તેની જવાબદારી કોણ લેશે?
અમે તંત્ર અને જવાબદાર અધિકારીઓને ફરીથી આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક પગલાં લઈ અમારા ગામમાં પીવાનું પાણી, રસ્તા અને અન્ય જરૂરિયાતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.
તેમ ગ્રામ જનો જણાવેલ
જત મુબારક આરબ, આરબ સાધક, લુકમાન આયલ, અલી ખાન, ઇસ્માઈલ હારૂન, અનવર આરબ અને અન્ય ગ્રામ જનો જણાવેલ
