બળદિયા ગામમાં દારૂની રેલમછેલ સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ

copy image

ભુજ તાલુકાનાં બળદિયા ગામમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ અને સેવન ગંભીર ચિંતાનું કારણ બની ગયું છે. ગામના નિવાસી દિનેશ હરજી રાઘવાણી દ્વારા ઘણી વખત મૌખિક રજૂઆત છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી.

ગામમાં રોજ કમાઈ રોજ ખાવા વાળા પરિવારોમાં દેશી તથા અંગ્રેજી દારૂના કારણે નાની ઉંમરે મોતના કિસ્સાઓ વધી રહ્યા છે. બળદિયા ગામમાં પ્રવેશના મુખ્ય માર્ગે આવેલા શ્રી બળદેશ્વર મહાદેવ મંદિર સામેના વોલીબોલ ગ્રાઉન્ડ અને બાજુના તળાવમાં સાંજ પડતા દારૂ પીવાનો અડ્ડો બની ગયો છે. મંદિરની આરતી વખતે એક બાજુ ભગવાનનું સ્મરણ અને બીજી બાજુ દારૂની બોટલો ખોખાં અને થેલીઓ – આ દ્રશ્ય સમૂહિક સામાજિક અવમૂલ્યનનું જીતુંજાગતું ઉદાહરણ છે.

આ વોલીબોલ ગ્રાઉન્ડ અને તળાવ – જે ગામની ઓળખ અને શૌર્યનું પ્રતિક છે – આજે ગંદકી અને અનૈતિક પ્રવૃત્તિઓથી ભરાઈ ગયાં છે. સમાજમાં દુઃખ અને ગુસ્સાનું માહોલ છે.

બળદિયા ગામ સમગ્ર દેશમાં ઓળખ ધરાવે છે. હાલ ગામમાં ગ્રામ પંચાયત ચૂંટણી ચાલી રહી છે. ત્યારે ગામના વાસીઓમાં ચર્ચા છે કે, આવાં ગંભીર પ્રશ્નો પર ચૂંટણી બાદ ચૂંટાઈ આવેલા પ્રતિનિધિઓ શું પગલાં લેશે?

આ દરમિયાન ચૂંટણીની આચાર સંહિતાની અંદર હોવા છતાં દારૂબંધીના ખુલ્લેઆમ ઉલ્લંઘન થતી જોવા મળી રહી છે, જે પ્રશાસન માટે ગંભીર ચિંતાનો વિષય છે.

📌 માઁગણી:

દારૂના અડ્ડાઓ પર તાત્કાલિક પોલીસ કાર્યવાહી થાય

વોલીબોલ ગ્રાઉન્ડ અને તળાવ વિસ્તારને “નિશોધિત વિસ્તાર” જાહેર કરવામાં આવે

દારૂ વેચનાર અને સેવન કરનાર સામે કડક પગલાં લઈ ઉદાહરણ રચાય

ગામના યવાનો માટે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે

બળદિયા ગામના ગૌરવને કાયમ રાખવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.