ગાંધીધામના કિડાણાની સોસાયટીના વાડામાંથી દારૂનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર
copy image

ગાંધીધામ ખાતે આવેલ કિડાણાની સોસાયટીના વાડામાંથી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ આરોપી ઈશમ હાજર મળી આવેલ ન હતો. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કિડાણા ખાતે આવેલ રાધેનગર સોસાયટીમાં રહેનાર લક્ષ્મણગિરિ ગોકુલગિરિ ગોસ્વામી નામના શખ્સે પોતાનાં મકાનની પાછળ આવેલા વાડામાં દારૂનો જથ્થો છુપાવીને રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી રૂા. 7700નો દારૂ કબ્જે કર્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ પોલીસની પકડથી દૂર રહ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.