ભુજના માધાપરમાં ઘરમાંથી પાણીની મોટરની ઉઠાંતરી થતાં પોલીસ ચોપડે ફરિયાદ

chor

copy image

copy image

ભુજ તાલુકાનાં માધાપરમાં નવાવાસના ન્યૂ પારસનગરના એક ઘરમાંથી પાણીની મોટરની ઉઠાંતરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોના જણાવ્યા અનુસાર તા. 10/6ના રાતથી બીજા દિવસની સવાર સુધીના અરસામાં લોરિયા અને હાલે ન્યૂ પારસનગર પ્લોટ નં. 17વાળા મકાનમાં રહેતા કરણ દેવજીભાઈ ભાનુશાળીના મકાનમાંથી પાણી ચડાવવાની સબમર્સિબલ મોટરની કોઈ અજાણ્યો ચોર ઈશમ તસ્કરી કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.