અંજારના વરસાણા ગામના બુટલેગરની પાસા હેઠળ અટક કરી અમદાવાદ જેલના હવાલે કરાયો

jail

copy image

copy image

  સૂત્રો જણાવી રહ્યા છે કે, પોલીસે અંજારના વરસાણા ગામના બુટલેગરની પાસા હેઠળ અટક કરી અમદાવાદ જેલમાં દીધો છે. ત્યારે આ મામલે વધુમાં માહિતી મળી રહી છે કે, અંજાર તાલુકાનાં વરસાણામાં રહેનાર પ્રદીપસિંહ હેતુભા જાડેજા નામનો શખ્સ રાજ્ય બહારથી દારૂનો મોટો જથ્થો મગાવી સંગ્રહ કરી હેરાફેરી કરતો હતો, જે અંગે તેના વિરુદ્ધ અંજાર પોલીસ મથકે પાંચ ગુના દર્જ થયેલ છે. આ શખ્સ વિરુદ્ધ વોરંટ જારી થતાં પોલીસે તેની અટક કરી ટીટીઇને અમદાવાદની સાબરમતી જેલના હવાલે કરી દીધો છે.