ખારીરોહરના સીમ વિસ્તારમાં ઓરડીમાંથી 11 હજારનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર

daru

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ  ખારીરોહરના સીમ વિસ્તારમાં આવતા ઈન્દિરાનગરની એક ઓરડીમાંથી 11 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામની ભાગોળે આવેલાં મચ્છુનગરમાં રહેતા હેમંત નામોરી સોલંકી નામના ઈશમે પોતાના કબ્જાની ઓરડીમાં દારૂ છુપાવીને રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાળી રૂા. 11,000નો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ પોલીસના હાથમાં આવેલ ન હતો. પોલીસે અહિથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.