ભચાઉના હિંમતપુરામાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ખેલીઓ દબોચાયા

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ હિંમતપુરામાં ખુલ્લેઆમ ધાણીપાસા વડે જુગાર રમતા ત્રણ ખેલીઓને પોલીસે દબોચી લીધા હતા. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આરોપી સમીર દાઉદ ફકીરનાં ઘરની આગળ જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર રેડ કરતા હાજર મળી આવેલ આરોપી ઇસમોને પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂ;31,500 તેમજ બે મોબાઇલ સહિત કુલ રૂ,51,500નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.