“ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ અકસ્માતનો વણશોધાયેલ ગુનો શોધી કાઢી આરોપી તથા વાહન પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

ગઇ તા.૧૫/૦૬/૨૦૨૫ ના સાંજના સમયે ભુજ શહેરમાં રેલ્વે સ્ટેશન ખાતે એક સફેદ કલરની અલ્ટો ગાડીએ ડીવાઇડર પાસે બેઠેલ ઇસમોને હડફેટે લીધેલ હોય જે બાબતે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ ગુ.ર.ન. ૬૯૬/૨૫ બી.એસ.એસ. કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી), તથા એમ.વી. એકટ ૧૮૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો દાખલ થયેલ હોય જેમા ગુનામાં એક સફેદ કલરની અલ્ટો ગાડીનો ચાલક હોય જે ગુનો અને ડીટેકટ હોય.

જેથી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ

જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત ગુનો શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના આપેલ હતી. જે સુચના મુજબ એ.એસ. આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, શક્તિદાન ગઢવી, નવિનભાઈ જોષી તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓ ઉપરોક્ત ગુનો શોધવા માટે તપાસમાં હતા દરમ્યાન નિલેશભાઇ ભટ્ટ તથા અનિરૂધ્ધસિંહ રાઠોડ નાઓને હ્યુમન સોર્સીસ આધારે બાતમી હકીકત મળએલ કે, ઉપરોકત ગુના કામેની અલ્ટો ગાડી તથા તેનો ચાલક હાલે અમનનગર ચોકડી થી આત્મારામ સર્કલ વચ્ચે રોડ પર ઉભેલ છે જેથી તુરત જ તે જગ્યાએ જઈ તપાસ કરતા સફેદ કલરની અલ્ટો ગાડી તથા તેનો ચાલક તરીકે સોહીલ હમીદ પઠાણ ઉ.વ. રર રહે હીના પાર્ક-૪, સુરલભીટ રોડ ભુજ વાળો મળી આવેલ જેની પ્રાથમીક પુછપરછ કરતા તેને ઉપરોકત ગુનાની કબુલાત આપેલ હોય જેથી સદર ગાડી જોતા જે સફેદ કલરની અલ્ટો હોય જેના રજી નંબર જીજે ૧૨ બી.એફ. ૬૨૯૦ વાળા હોય જે ગાડી તથા તેનો ચાલકને ઉપરોક્ત ગુના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી સારૂ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

  • સોહીલ હમીદ પઠાણ ઉ.વ. ૨૨ રહે હીના પાર્ક-૪, સુરલભીટ રોડ ભુજ

વાહનની વિગત

  • સફેદ કલરની અલ્ટો જેના રજી નંબર જીજે ૧૨ બી.એફ. ૬૨૯૦