ભુજ વિસ્તારના સંજયનગરી ખાતેથી ભારત દેશમાં ગેરકાયદેસર વસવાટ કરતી બાંગ્લાદેશી મહિલાને પકડી પાડતી એસ.ઓ.જી.પશ્ચિમ કચ્છ-ભુજ

copy image

ગુજરાત રાજયના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, વિકાસ સહાય સાહેબનાઓ તરફથી બાંગ્લાદેશી ઘુસણખોરો તથા ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરીકોને શોધી તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ સુચનાઓ આપવામાં આવેલ, જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ. પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ- ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં બાંગ્લાદેશી નાગરીકોને શોધી અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવા સુચના આપેલ હોઇ જેથી ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરીકોને શોધવા માટે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કે.એમ.ગઢવી નાઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઇ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા.

એસ.ઓ.જી. ભુજ દ્વારા રહેણાંક વિસ્તાર, ઔધોગિક વસાહતો, મજુર વસાહતો, સ્પા, હોટલ-ઢાબા, લેબર કોન્ટ્રાક્ટર યેકીંગ કરી ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં બાંગ્લાદેશી નાગરિકો શોધવાની કાર્યવાહી ચાલુમાં હતી
દરમ્યાન આજરોજ તા.૧૮/૦૬/૨૦૨૫ના રોજ એસ.ઓ.જી.ના એ.એસ.આઈ નરેન્દ્રસિંહ ઝાલા તથા પો.હે.કો. પૃથ્વીરાજસિંહ જાડેજાનાઓને મળેલ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી સંજયનગરી ભુજ ખાતે ગેરકાયદેસર રીતે વસવાટ કરતી બાંગ્લાદેશી મહિલા નાગરિક સિરીનજન્નતુલ જાફરૂલ્લા શેખ ઉવ. ૩૦, રહે. હાલે. સંજયનગરી, બિસ્મિલ્લાહ મસ્જિદની બાજુમાં, ભુજ-કચ્છ. મુળ રહે. ગામ. લામસીપ્રસાદ, પોસ્ટ. તકિયાનગર, થાણું અને તાલુકો. કબિરહટ, જી. નુઆખલી, બાંગ્લાદેશ વાળીને પકડી પાડી તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવમાં આવેલ.

પકડાયેલ બાંગ્લાદેશી મહિલા નાગરિક-

સિરીનજન્નતુલ જા ફરૂલ્લા શેખ ઉવ.૩૦, રહે.હાલે. સંજયનગરી, બિસ્મિલ્લાહ મસ્જિદની બાજુમાં, ભુજ-કચ્છ. મુળ રહે. ગામ. લામસીપ્રસાદ, પોસ્ટ. તકિયાનગર, થાણું અને તાલુકો. કબિરહટ, જી. નુઆખલી, બાંગ્લાદેશ.

  • કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ-

એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી, પો.સ.ઇ. શ્રી એમ.એલ.વાઘેલા, એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ ઝાલા, પો.હેડ.કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા, રજાકભાઇ સોતા, તથા ડ્રા.હેડ.કોન્સ.મહિપતસિંહ સોલંકી તથા મહિલા પોલીસ કર્મચારી વર્ષાબેન ચૌધરી, ચાંદનીબેન દેવડા નાઓએ કરેલ છે.