રાપર પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશનનો રૂ.૭,૨૧,૯૨૦/- નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ,ગાંધીધામ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પોલીસ ઈન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં પોલીસ સબ ઈન્સપેક્ટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી ની ટીમ રાપર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે પૃથ્વીરાજસિંહ ઉર્ફે ગટી કેન્દુભા જાડેજા રહે. ચામુંડાનગર સોસાયટી તા.રાપર તથા નરેન્દ્રસિંહ પ્રવિણસિંહ વાઘેલા રહે. અયોધ્યાપુરી તા.રાપર સાથે મળીને બહારથી ફોર્ચ્યુનર ગાડીમાં ગે.કા.રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને ચામુંડાનગર મધ્યે આવેલ પૃથ્વીરાજસિંહના ભોગવટાના રહેણાંક મકાનની આગળના ખુલ્લા પ્લોટમાં બંને સાથે મળીને ઈંગ્લીશ દારૂનુ ડટીંગ કરી રહેલ છે. અને છુપાવવાની તૈયારી કરે છે. જેથી ઉપરોકત હડીકત વાળી જગ્યાએ જઈ તપાસ કરતા નીચે જાણાવ્યા મુજબના ઇસમને પ્રોહી મુદામાલ સાથે પડડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ
(૧) પૃથ્વીરાજસિંહ ઉર્ફે ગંટી કેન્દુભા જાડેજા રહે. ચામુંડાનગર સોસાયટી તા.રાપર
પકડવાના બાડી આરોપીના નામ
(૧) નરેન્દ્રસિંહ પ્રવિણસિંહ વાઘેલા રહે. માલી સમાજવાડીની બાજુમાં અયોધ્યાપુરી તા.રાપર
(૨) પ્રવિણસિંહ અચુભા સોઢા રહે. ગોવિંદપર તા.રાપર
