મુંદરાના ગુંદાલા નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

body

copy image

copy image

મુંદરા ખાતે આવેલ ગુંદાલા નજીક કેનાલમાં ડૂબી જવાથી એક યુવાનનું મોત નીપજ્યું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર મૂળ રાજસ્થાનનો 31 વર્ષીય હેમેન્દ્રપાલસિંહ નારાણસિંહ રાવત (રાજપૂત) શ્રીનિધિ પેટ્રોલ પંપ ગુંદાલા હાઇવે રોડ પાસે રહેતો યુવાન કોઈ કામથી ગુંદાલા જઈ રહ્યો હતો, તે સમય દરમ્યાન ગુંદાલા નજીક નર્મદા કેનાલમાં પડી જતા ડૂબી જવાથી હતભાગીનું મોત થયું હતું. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી આદરી છે.