વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓમાં મસ મોટાં ખાડાઓના કારણે લોકોમા અકસ્માતનો ભય


વંથલી તાલુકાનાં નરેડી થી ઝાપોદડ રસ્તા થી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે
વંથલી તાલુકાના અનેક ગામોમાં ખખડધજ રસ્તાથી લોકોને હાલાકી ભોગવવી રહ્યા છે.
વંથલી તાલુકાના અનેક ગામોમાં ખખડધજ રસ્તાથી હાલાકી ભોગવી રહ્યા છે.
વ્યવસ્થિત રીતે થીંગડા પણ મારવામાં આવતા ન હોવાથી ચોમાસામાં સ્થિતિ વધુ બનવાની લોકો દહેશત વ્યક્ત કરી રહ્યા છે.
ત્રણ વર્ષથી નવા રસ્તા તો ઠીક વ્યવસ્થિત થીંગડાં પણ લગાવાયાં નથી, ચોમાસામાં સ્થિતિ બદતર બનશે
તાલુકાના , વંથલીથી સાંતલપુર, માણાવદર હાઇવે થી નવલખી- બાલોટ- ધંધુસર અને નરેડીથી ઝાંપોદડ-ડુંગરી સહિતના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ સાવ બિસમાર બન્યાં હોવાથી લોકો ભારે યાતના ભોગવી રહ્યા છે. અનેક ગામોમાં છેલ્લા ત્રણ વર્ષથી નવા રસ્તા તો ઠીક વ્યવસ્થિત પેચવર્ક પણ કરવામાં આવ્યું નથી. જેને કારણે ચોમાસામાં વરસાદને લીધે રસ્તાની હાલત વધુ ખરાબ બનશે.
ગ્રામ્ય વિસ્તારના રસ્તા બદતર હાલતમાં ફેરવાયા
રીપોર્ટ -રમેશ સિંગલ વંથલી