મુંદરાના ગુંદાલા માર્ગ પર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત

copy image

copy image

મુંદરા ખાતે આવેલ ગુંદાલા માર્ગ પર બાઈક સ્લીપ થતા યુવકનું મોત થયું હોવાની ઘટના સામે આવી રહી છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ 36 વર્ષીય સાગર નામદેવ સીરકે નામનો યુવાન બેફામ રીતે બાઈક ચલાવી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. તે સમય દરમ્યાન વધુ ઝડપના કારણે તે ગતિ અવરોધક કૂદી જતાં બાઈક સ્લીપ થતા યુવકને ગંભીર ઈજાઓ પહોચી હતી. ઉપરાંત તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેને અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટના અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.