આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ”Yoga for One Earth, one Health” ની થીમ હેઠળ નખત્રાણામાં યોગપ્રેમી જનતાની ઉપસ્થિતમાં યોગ દિવસની ઉજવણી


આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ”Yoga for One Earth, one Health” ની થીમ હેઠળ નખત્રાણા નગરપાલિકા તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા પાટીદાર બોર્ડીંગ ભવન, નખત્રાણા ખાતે ધારાસભ્યશ્રી પી.એમ જાડેજા, પ્રાંત અધિકારીશ્રી સૂરજ સુથાર, મામલતદારશ્રી, ચીફ ઓફિસરશ્રી સહિતના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, યોગ સાધકો તેમજ બહોળી સંખ્યામાં યોગપ્રેમી જનતાની ઉપસ્થિતમાં યોગ દિવસની ઉજવણી કરાઇ હતી.