વાગડ પંથકના લિસ્ટેડ બુટલેગરના જામીન રદ

  વાગડ પંથકના લિસ્ટેડ બુટલેગરના જામીન રદ કરવવામાં આવેલ છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વાગડ પંથકમાં વારંવાર ગુનાઓ આંચરનાર તેમજ કોર્ટના આદેશોનો ભંગ કરનાર ઈશમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વર્ષ 2023માં દીપેશ પૂંજા પટણી વિરુદ્ધ લાકડિયા પોલીસ મથકે દારૂ સંબંધી ગુનો નોંધાવેલ અને તે આગોતરા જામીન મેળવી હાજર થતો ન હતો. ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે, આ શખ્સના જામીન રદ કરાવવા માટે પોલીસ દ્વારા અરજી દાખલ કરવામાં આવતા તે સ્વીકાર થઈ હતી. જે મજૂર થયા બાદ આ આરોપી શખ્સનાં જામીન રદ થયા હતા.