ગંધીધામના અંતરજાળમાંથી 25 હજારની રોકડ સાથે નવ જુગારપ્રેમીઓની થઈ ધરપકડ

copy image

ગંધીધામ ખાતે આવેલ અંતરજાળમાંથી 25 હજારની રોકડ સાથે નવ જુગારપ્રેમીઓને પોલીસે દબોચી લીધા છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના અંતરજાળ ગામના બસ સ્ટેન્ડ નજીક જાહેર જગ્યામાં અમુક શખ્સો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી નવ ખેલીઓને રંગે હાથ દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ ઈશમો પાસેથી રૂા. 25,700 તથા છ મોબાઇલ એમ કુલ રૂા. 55,700નો મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોનશી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.