આશાપરના બુટલેગરને છ મટે માટે કચ્છ અને તેને અડીને આવેલા જિલ્લાઓમાંથી કરાયો હદપાર

  લખપતના દયાપર પોલીસ મથકમાં છેલ્લા પાંચેક વર્ષથી આઠ જેટલા દારૂ સંબંધી ગુના નોંધાયેલ આશાપરના બુટલેગર શિવુભા સતુભા સોઢાને છ માસના સમયગાળા માટે તડીપાર કરી દેવામાં આવેલ છે. આ મામલે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ શરાબ સંબંધી આઠ ગુના શિવુભા સોઢા વિરુદ્ધ નોંધાયેલ હોવાથી તેના વિરુદ્ધ કચ્છ અને તેને અડીને આવેલા જિલ્લાઓમાંથી હદપાર માટે દરખાસ્ત મોકલવામાં આવતા તે મંજૂર થવાથી તેને છ માસ માટે તેને તડીપાર કરતો હુકમ જાહેર કરાયો છે.