“ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ”

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, નવીનભાઈ જોષી તથા રણજીતસિંહ જાડેજા ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન નવીનભાઇ જોષી તથા રણજીતસિંહ જાડેજાનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક સફેદ કલરની મારૂતિ કંપનીની અલ્ટો કાર જે શ્રીક્ષેત્રપાળ સ્કેવર- ર બિલ્ડીંગની પાર્કીંગમાં નીચેના ભાગે શંકાસ્પદ હાલતમાં પડેલ છે જે હકીકત આધારે તપાસ કરતા અલ્ટો ગાડી રજી. નંબર GJ.12.BR.2394 વાળી હકીકત મળી જગ્યાએથી મળી આવેલ અને કોઇ ઇસમ હાજર ન હોય જેથી ગાડીમાં ચેક કરતા નીચેની વિગતે ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

:• કબ્જે કરેલ મુદ્દામાલ

  • ભારતીય બનાવટની વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૩૧૨, કિ.રૂ. ૩,૬૪,૮૦૦/-
  • મારૂતિ કંપનીની અલ્ટો કાર રજી. નં. GJ 12 BR 2394, કિં.રૂ.૫૦,૦૦૦/-

આરોપી

મારૂતિ કંપનીની અલ્ટો કાર રજી. નં. GJ 12 BR 2394 વાળીનો ચાલક