મુન્દ્રામાંથી પરપ્રાંતીય સગીરાનું અપહરણ થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

kidnaping-1222

copy image

copy image

મુન્દ્રામાંથી પરપ્રાંતીય સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  મૂળ બિહાર અને હાલમાં મુન્દ્રામાં રહેનાર પરપ્રાંતીય સગીરાનું મૂળ બિહારના શખ્સે અપહરણ કરી લીધું હોવાનો  બનાવ  પોલીસ ચોપડે ચડ્યો છે. જે અંગે સગીરાના વાલીએ નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તા. 16/6ના આરોપી ઈશમે ફરિયાદીની સગીર વયની દીકરીને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાની લાલચે અપહરણ કરી લઈ ગયેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.