રાપરના આડેસરમાં ઓવરબ્રિજ પર અજાણ્યા વાહને કિશોરને હડફેટમાં લેતાં કિશોરનું મોત

accident2
copy image

રાપર ખાતે આવેલ આડેસરમાં ઓવરબ્રિજ પર અજાણ્યા વાહને કિશોરને હડફેટમાં લેતાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ આડેસરના વાડા વિસ્તારમાં રહેતો 13 વર્ષીય શૈલેશ નામનો કિશોર ગત તા;19-6ના સાંજના અરસામાં ઓવરબ્રિજ પર પગપાળા જઈ રહ્યો હતો. તે સમય દરમ્યાન બેફામ રીતે આવતા કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટમાં લેતા ગંભીર ઈજાઓ પહોચી હતી. ઉપરાંત ગંભીર ઈજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.