પડાણા નજીક બાઇકને અજાણ્યા વાહને હડફેટમાં લેતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત

copy image

પડાણા નજીક બાઇકને અજાણ્યા વાહને હડફેટમાં લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર આ બનાવ પડાણા નજીક ભચાઉથી ગાંધીધામ જતા રોડ પર બન્યો હતો. અહી ઇન્દિરાનગરમાં રેહતો શંકર ઇશ્વર દેવીપૂજક નામનો યુવાન પોતાના મિત્રને મળવા ગયો હતો ત્યાંથી બંને પરત આવી રહ્યા હતા. દરમ્યાન પાછળથી અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટમાં લેતા બંનેને ગંભીર ઈજાઓ પહોચી હતી. જેમાં રોહિત નામના યુવાનનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.