કેરા ગામના સીમ વિસ્તારમાંથી ૧.૨૮ કરોડનો જંગી માત્રામાં ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો : પોલીસ કામગીરી પર અનેક સવાલ ??

copy image

ભુજનું કેરા ગામ કે જેનો માનકૂવા પોલીસ સ્ટેશનની હદમાં સમાવેશ થાય છે. ત્યારે કેરા ગામના સીમ વિસ્તારમાંથી SMCએ ૧.૨૮ કરોડનો જંગી માત્રામાં ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ત્યારે પોલીસની કામગીરી પર અનેક સવાલો પેદા થયા છે. ત્યારે હાલમાં માત્ર ૫૪ દિવસની અંદર જ SMCએ હરતી ફરતી કારમાં ઓનલાઈન સટ્ટો બુક કરતાં ?બે બુકી અને ત્રગડી સાથે કેરામાં દારૂના બે ક્વોલિટી કેસ કરતાં પોલીસની કામગીરી પર સવાલોની બોછાર થઈ હોય તેવું લાગી રહ્યું છે. ?SMCની રેઈડના પગલે માનકૂવાના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ. રાણા અને પીએસઆઈ એચ.એમ. બ્રહ્મભટ્ટનું પોલીસ હેડક્વાર્ટરમાં ટ્રાન્સફર કરી દેવામાં આવેલ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ?લગભગ એક માસના સમયગાળા પૂર્વે માંડવી મરિન પોલીસ મથક વિસ્તારના ત્રગડી વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી અને તે દિવસની સાંજે જ તાત્કાલિક માંડવી મરિનના પીઆઈ અને બીટ જમાદારને સસ્પેન્ડ કરી દેવામાં આવેલ હતા.? વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, SMCની રેઈડના પગલે તાબાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે એસઓપી મુજબ યોગ્ય પગલાં હાથ ધરવામાં આવેલ છે. પરંતુ સવાલ એ રહ્યો કે, આવા બનાવોમાં ખુદ SP કે DySP જેવા અધિકારીઓની જવાબદારી ભાગ્યે જ ફિક્સ થાય છે. SP કે DySP જેવા અધિકારીઓની જવાબદારી યા બેજવાબદારી નિયત કરવાની જેના માથે જવાબદારી છે તે ગુજરાતના પોલીસ વડા પણ જવાબદારીની ભાન ભુલાવી બેઠા છે..???
કચ્છમાં સરેઆમ દારૂ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ત્યારે લોકો પોતે જ મજબૂર બની તેનો વિરોધ કરવા મેદાન પર ઉતરી પડે છે, તો આ અધિકારીઓનું શું કામ?? વાસ્તવિક હકીકત છે કે કચ્છના સરહદી વિસ્તારમાં તેમજ સમગ્ર કચ્છમાં ઈમાનદાર અને નિષ્ઠવાન પોલીસ અધિકારીઓની જરૂર છે ખરું ને..? કે જેઓ કોઈ પણ લાલચે ગેરરીતિ ન આંચરે..?