ગાંધીધામ રેલવે મથકના ગેટ પાસે શરાબની બોટલ સાથે એક ઇસમ ઝડપાયો

copy image

ગાંધીધામ રેલવે મથકના ગેટ પાસે શરાબની બોટલ સાથે એક ઇસમને રેલવે પોલીસે ઝડપી પાડ્યો હતો. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત રાત્રે 11:30 વાગ્યાના અરસામાં ગાંધીધામના રેલવે મથકના ગેટની બહાર રેલવે પોલીસને એક શંકાસ્પદ શખ્સ દેખાયો હતો જેની પાર્કિંગ બહાર તપાસ કરવામાં આવતા તેની પાસે શરાબની બે બોટલ મળી આવી હતી. જેથી પોલીસે તે અંગે આધાર પુરાવા માંગતા આરોપી ઇસમ કોઈ આધાર પુરાવા રજુ કરી શક્યો ન હતો. પોલીસે તમામ મુદ્દમાલ કબ્જે કરી આરોપી ઇસમ વિરુધ પ્રોહિ. એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.