ભુજની રેજેન્ટા હોટેલ સામે સ્કોર્પિયોએ એકટીવા ચાલકને ટક્કર મારતા યુવાનનું મોત

copy image

copy image

ભુજમાં આવેલ રેજેન્ટા હોટેલ સામે એકટીવા ચાલકને સ્કોર્પિયોએ ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી રહી છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા, 20/6ના રાત્રે 11.15 વાગ્યાના અરસામાં મનોજગિરિ નામનો 35 વર્ષીય યુવાન પોતાની મોપેડમાં રેજેન્ટા હોટેલ સામે ગણેશનગર ગોસ્વામી કોલોની તરફ જઈ રહ્યો હતો. તે સમય દરમ્યાન કોઈ અજાણ્યો સ્કોર્પિયો ચાલક બેદરકારીથી કાર ચલાવી એકટીવા ચાલકને હડફેટે લેતા ચાલકનું ગંભીર ઈજાઓના પગલે મોત થયું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અકસ્માતમાં મોત ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.