ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો શોધી કાઢી કાયદેશરની કાર્યવાહી કરતી ખાવડા પોલીસ


પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા અન ડીટેકટ ઘરફોડ ચોરીના ગુના શોધી કાઢવા સુચન કરેલ જે અનુંશંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા સાહબે ભુજ વિભાગ ભુજ તથા પોલીસ ઇન્સપેકટશ્રી વી.બી પટેલ ખાવડા પોલીસ સ્ટેશનઓના માર્ગદર્શન હેઠળ.
આજરોજ તા.૨૪/૦૬/૨૦૨૫ના રોજ કોટડા ચેક પોસ્ટ ખાતે ખાવડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ વાહન ચેકીંગમાં હાજર હતા દરમ્યાન ખાવડા પો.સ્ટેના પો.કોન્સ રઘુવીરસિંહ ઇન્દ્રસિંહ જાડેજાનાઓને હકીકત બાતમી મળેલ કે, ખાવડા પો.સ્ટે પો.સ્ટે પાર્ટ ગુ.ર.નં.૧૯૪/૨૫ બી.એન.એસ ક.૩૦૫, ૩૩૧(૩), મુજબના ગુનાનો મુદામાલ લઇને આરોપીઓ આવી રહેલ છે. જેથી કોટડા ચેક પોસ્ટે ખાતે વર્ક આઉટ કરી મુદામાલ તથા એક વાહન તથા ત્રણ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ વિગતઃ-
(૧) સોયબ સાધક સમા ઉ.વ.૨૧ ધંધો.મજુરી (ડ્રાઇવીંગ) રહે.મલુકવાસ ધ્રોબાણા તા.ભુજ
(૨) અસલમ મજીદ સમા ઉ.વ.ર૧ ધંધો.ડ્રાઇવીંગ રહે.મલુકવાસ ધ્રોબાણા તા.ભુજ
(૩) રજાક હુસેન સમા ઉ.વ.૨૩ ધંધો.ડ્રાઇવીંગ રહે.મલુકવાસ ધ્રોબાણા તા.ભુજ
નાશી ગયેલ આરોપીઓની વિગત-
(૧) સાલમ મીસરી સમા રહે.ધ્રોબાણા તા.ભુજ
(૨) જકરીયા મજીદ સમા રહે.ધ્રોબાણા તા.ભુજ
પકડાયેલ મુદામાલ-
(૧) વોલ્ટાસ કંપનીના એ.સી નંગ-૦૨
(૨) બેટરી નંગ-૦૧
(૩) અલગ અલગ પાના પકડ નં.૦૪
(૪) વાયર કાપી શકાય તેવો મોટો પકડ નંગ-૦૧
CAS
આ કામગીરીમાં ખાવડા પોલીસ સ્ટેશનના પો.ઈન્સશ્રી વી.બી પેટલ સાહેબ તથા પો.સબ.ઇન્સશ્રી એન.જે ભગોરા સાહેબ તથા પો.હેડ.કોન્સ ભરતભાઇ વી ચૌધરી તથા પો.કોન્સ તેજસિંહ એસ રાજપુત તથા પો.કોન્સ ભીખુભાઇ બી નંદાણીયા તથા પો.કોન્સ યોગેન્દ્રસિંહ એ જાડેજા મુજબના પોલીસ કર્મચારીઓ જાડાયેલ હતા.