અબડાસાના વિંગાબેરમાં યુવતીએ કર્યો આપઘાત

copy image

અબડાસા ખાતે આવેલ વિંગાબેરમાં યુવતીએ ગળેફાસો ખાઈ આપઘાત કરી લોધો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અ બનાવ અંગે સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર અબડાસાના વિંગાબેરમાં રહેતી 22 વર્ષીય સવિતા સુરેશ માતંગ પોતાના ઘરે હાજર હતી તે સમય દરમ્યાન કોઇ અકળ કારણોસર ગળેફાંસો ખાઇ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.