ચોરી કે છળકપટથી મેળવેલ મોટર સાઇકલ સાથે એક ઇસમને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ”

copy image

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ નાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ થયેલ ઘરફોડ/વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા અને આવી પ્રવૃત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ તથા શક્તિસિંહ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન નિલેશભાઇ ભટ્ટ તથા ધર્મેન્દ્રભાઇ રાવલનાઓને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક ઇસમ જુની રાવલવાડી થી સહયોગનગર તરફ મોટર સાઇકલ લઇને આવી રહેલ છે અને તે મોટર સાઇકલના રજી. નંબર ૮૪૫૦ છે અને તેના કબ્જામાં રહેલ મોટર સાયકલ તેને ચોરી કે છળકપટથી મળેવેલ છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા મહેશભારથી લહેરભારથી ગોસ્વામી ઉ.વ.૫૭ રહે હાલે. નીરોણા તા. નખત્રાણા રહે મુળ. તેરા તા. અબડાસા વાળો મળી આવેલ જેથી મજકુર ઇસમ પાસે મોટર સાઇકલ બાબતેના આધાર પુરાવાઓની માંગણી કરતા કોઇ આધાર પુરાવાઓ નહી હોવાનું જણાવેલ જેથી મજકુર ઇસમને આ મોટર સાઇકલ કોની પાસેથી લીધેલ તે બાબતે પુછ પરછ કરતા જણાવેલ કે આ મોટર સાઇકલ મે ધોરી ગામે ભરતભાઇ આહીર પાસે હોય અને બાઇકની ચાવી વગર ચાલુ થઈ જતુ હોય જેથી હું ધોરી થી કોઇને પુછ્યા વગર આ બાઇક ચોરી કરી લઈ આવેલ હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મોટર સાઇકલ બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

કબ્જે કરેલ મુદામાલ

હીરો કંપનીની મો.સા. રજી નં. GJ 12 DP 8450 એન્જીન નંબર HA1IENJSLO8739, ચેસીસ નંબર MBLHAR202J5L03769, કી.રૂા. ૧૫,૦૦૦/-

  • પકડાયેલ ઇસમ

મહેશભારથી લહેરભારથી ગોસ્વામી ઉ.વ.૫૭ રહે હાલે. નીરોણા રહે મુળ. તેરા તા. અબડાસા