ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા કેન્સર અવેરનેસને પ્રમોટ કરવા માટે ‘રેલી ઓફ હોપ’નું આયોજન કરવામાં આવ્યું

copy image

copy image

કેન્સર અને રક્ત રોગના સારવાર માટે ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાંની એક, ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા કેન્સરના દર્દીઓ અને સર્વાઈવર્સને ટેકો આપવા તેમજ કેન્સરની સારવાર અંગે જાગૃતિ લાવવા માટે ‘રેલી ઓફ હોપ’ શીર્ષક હેઠળ એક ઉત્સાહપૂર્ણ મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું.

‘રેલી ઓફ હોપ’માં ગુજરાત બાઇકર્સ કમ્યુનિટીના 50થી વધુ બાઇકર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રેલીને ઓન્કોવિન કેન્સર સેન્ટરની ટીમ અને ફીવર એફએમના જાણીતા રેડિયો પર્સનાલિટી આર.જે. દેવાંગ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. નરોડાથી શરૂ થઈને નિકોલ ખાતે સમાપ્ત થયેલી આ ઇવેન્ટમાં તબીબી વ્યાવસાયિકો, કેન્સર વોરિયર્સ અને સામાન્ય જનતા એકસાથે આવ્યા હતા, જે સૌ આશા અને જાગૃતિ ફેલાવવાના સમાન ઉદ્દેશ્ય સાથે એક થયા હતા. સહભાગીઓએ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને હાનિકારક વ્યસનો છોડવા પર પણ ભાર મૂક્યો હતો.