ભુજ શહેરના વિકાસના કામોનું આયોજન
ભુજ નગરપાલિકાની દ્વારા ચૂંટાયેલ પાંખના આવ્યા બાદ શહેરના ચોતરફા વિકાસને ધ્યાને રાખીને સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ગ્રાન્ટ અંતર્ગત રોડ રસ્તાના કામોનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ શહેરની શોભામાં વધારો કરતી પ્રતીમાઓના સ્થાપનનું આયોજન કરવામાં આવ્યું છે.
હાલમાં તા. ૧૮/૦૬/૨૦૨૫ ની મળેલ સામાન્ય સભામાં ભુજ નગરપાલિકાના વિકાસના કામોના થયેલ આયોજનને મંજુરી મળેલ છે જે અન્વયે ભુજ નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ આઉટગ્રોથ એરીયાના અંદાજીત રૂ. ૮૫૦ લાખના સીસી રોડ તેમજ પેવરબ્લોકના કામોનું આયોજન કરવામાં આવ્યું છે, જેને આગળ તાંત્રિક મંજુરી, વહીવટી મંજુરી લીધા બાદ આગામી સમયમાં તેનું ટેન્ડરીંગ કરીને કામ આગળ ધપાવવામાં આવશે.
ભુજ નગરપાલિકા દ્વારા હાલ અંદાજીત રૂ. ૬૭૨ લાખના ડામર રોડના કામો ચાલુમાં છે, તેનું અંદાજીત ૮૦% કામ પૂર્ણ થઈ ગયું છે, જેમાં હાલ એક વિશિષ્ટ આવરણ પાથરવામાં આવી રહ્યું છે જેનાથી પાણી, ડામર રોડની અંદર નહિ જઈ શકે જેથી રોડની ખરાબ થવાની શક્યતાઓ ૫૦% જેટલી ઘટી જાય છે, તેમજ આ કામો ગુણવતાસભર થઈ રહ્યા છે.
ભુજ નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વોર્ડમાં જનલોકભાગીદારી ગ્રાન્ટ હેઠળ અંદાજીત રૂ. ૧૫૦ લાખના કામો મંજુર કરવામાં આવ્યા છે જેને આગળ તાંત્રિક મંજુરી, વહીવટી મંજુરી લીધા બાદ આગામી સમયમાં તેનું ટેન્ડરીંગ કરીને કામ આગળ ધપાવવામાં આવશે.
ભુજ નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળે મહારાણા પ્રતાપજી, શિવાજી મહારાજજી, શહીદ ભગતસિંહજી, સુખદેવ થાપરજી અને શિવરામ હરી રાજગુરુજીની પ્રતિમાઓ સ્થાપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેની ટેન્ડરીંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. ટૂંક સમયમાં શહેરની શોભામાં વધારો કરવામાં આવશે.
ભુજ નગરપાલિકા દ્વારા અમૃત ૨.૦ સ્વેપ-૦૧ ગ્રાન્ટ તળે અંદાજીત રૂ. ૯૨ લાખના ખર્ચે શહેરના ખેંગારપાર્ક અને દાદા-દાદી પાર્કને વિકસાવવાના કામોનું આયોજન કરવામાં આવ્યું છે જેની ટેન્ડરીંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. આગામી સમયમાં નગરજનોની સુખાકારી માટે તેમજ શહેરની શોભામાં વધારો કરવામાં આવશે.
ભુજ નગરપાલિકા દ્વારા શહેરના આર.ટી.ઓ સર્કલનું રીનોવેશન કરવાનું અંદાજીત રૂ. ૩૫ લાખના ખર્ચે આયોજન કરવામાં આવ્યું છે.
ભુજ નગરપાલિકાની ચૂંટાયેલ પાંખ દ્વારા સતત શહેરના વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે ત્યારી આવનારા સમયમાં શહેરને વધુ વિકસિત કરવાના તેમજ નગરજનોની સુખાકારી માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે, તે ઉપરાંત જો કોઈ શહેરના વિકાસની ખુટતી કડીઓ પુરવા માટે સમગ્ર ટીમ કટીબદ્ધ છે.