જીએમડીસી ગઢસીસા ગ્રુપ ઓફ બોકસાઈટ માઈન્સ ખાતે ૧૧મો વિશ્વ યોગ દિવસ યોજાયો

copy image

વિશ્વ યોગ દિવસ અંતર્ગત જીએમડીસી ગઢસીસા ગ્રુપની નાના ગુણીયાસર ખાણ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીએમડીસીના અધિકારીઓ અને કર્મચારીઓ, સિક્યુરિટી તથા કોન્ટ્રાકટરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઇન્ડિયન બ્યુરો ઓફ માઈન્સ ગાંધીનગરના (પ્રાદેશિક ખાણ નિયંત્રક) વરિષ્ઠ અધિકારી શ્રી પુષ્પેન્દ્ર ગૌર ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે તેમણે યોગ આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે તે અંગે વિવિધ વિગતો સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ શ્રી એન. બી. પટેલ – યોગ પ્રશિક્ષક (નિવૃત જનરલ મેનેજર – GMDC) દ્વારા વિવિધ પ્રકારના યોગાસન કરાવવામાં આવ્યા હતાં અને તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં આઈ.બી.એમ.ના અધિકારીશ્રી, જી.એમ.ડી.સી. ગઢસીસાના જનરલ મેનેજર શ્રી એસ. ડી. ભંડારી, ખાણ વિભાગના ડે. જનરલ મેનેજર શ્રી એસ.આર. રાઠોર અને શ્રી ડી. એસ.બેનીવાલ, જિઓલોજી વિભાગના ડે. જનરલ મેનેજર શ્રી ડી.એસ.પાઠક, જી.એમ.ડી.સી.ના એચ.આર વિભાગના આસી. મેનેજર શ્રી ગોવિંદસિંહ સોઢા તથા વિવિધ વિભાગોના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.