કચ્છમાં કલા મહાકુંભમાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ ૨૦ જુલાઈ સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે

copy image

સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, ગઝલ- શાયરી લેખન, લોકવાર્તા,દુહા- છુંદ-ચોપાઇ સહિતની કૃતિઓની જિલ્લા અને તાલુકાક્ષાએ સ્પર્ધાનું આયોજન થશે
અલગ અલગ ચાર વયજૂથમાં કુલ ૩૭ સાંસ્કૃતિક કૃતિઓની સ્પર્ધા યોજાશે
રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ગાંધીનગર દ્વારા સંચાલિત કલા મહાકુંભનું વિવિધ જિલ્લામાં આયોજન કરવામાં આવે છે. ભુજ ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિની ક્ચેરી, કચ્છ-ભુજ દ્વારા કલા સંસ્કૃતીથી લોકો માહિતગાર થાય તે હેતુથી “કલા મહાકુંભ વર્ષ ૨૦૨૫-૨૬”નું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક નાગરિકો તારીખ ૨૦ જુલાઈ ૨૦૨૫ સુધી ફોર્મ ભરી શકશે.
આ વર્ષે કલા મહાકુંભમા પ્રથમ ૬ થી ૧૪ વર્ષના, ૧૫ થી ૨૦ વર્ષના અને ૨૧ થી ૫૯ વર્ષના તથા ૬૦ વર્ષથી ઉપરના એટલે કે અલગ અલગ ચાર વયજૂથમાં કુલ ૩૭ સાંસ્કૃતિક કૃતિઓ સાથેની સ્પર્ધા યોજાશે. જેમાં તાલુકાકક્ષાએ સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રિય અભિનય, ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા, નિબંધ, સુગમ સંગીત, લગ્નગીત, તબલા, હાર્મોનિયમ (હળવું), લોકગીત/જન કુલ ૧૪ કૃતિઓની અને જિલ્લાકક્ષાએ કાવ્ય લેખન, ગઝલ- શાયરી લેખન, લોકવાર્તા, દુહા- છુંદ-ચોપાઇ, સર્જનાત્મક કારીગરી, સ્કૂલબેન્ડ, ઓગમન, કથ્થક, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિદુસ્તાની), પ્રદેશકક્ષાએ ઓડીસી, મોહીની અટ્ટમ, કુચીપુડ્ડી, જસતાર,ગીટાર, વાયોલીન, વાંસળી તથા રાજ્યકક્ષાએ પખાવજ, મૃદુંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડીયાપાવા, રાવણ હથ્થો, વગેરે કૃતિઓની સ્પર્ધા યોજાશે.
કલા મહાકુંભનું ફોર્મ ભરીને સાથે આધાર કાર્ડની તથા બેંક પાસબુકની નકલ સાથે જોડી તા.૨૦/૦૭/૨૦૨૫ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી પર કચેરીના સમય દરમિયાન જમા કરાવવાની રહેશે. મહાકુંભની વિગતવાર માહિતી, ફોર્મના નિયમો તથા પ્રવેશપત્ર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રૂમ નં ૪૧૧, ત્રીજોમાળ, બહુમાળીભવન, ભુજ ખાતેથી મેળવી લેવી તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી,કચ્છ-ભુજ ની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.