ભુજમાંથી 750 કિલો શંકાસ્પદ ચોખાના જથ્થા સાથે એકની ધરપકડ

image-212

copy image

copy image

ભુજમાંથી 750 કિલો શંકાસ્પદ ચોખાના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એલસીબીની ટીમ ડ્યૂટી પર હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજના ભીડનાકા નજીક લોડિંગ રિક્ષામાં બિલ કે આધાર-પુરાવા વિના ચોખા 750 કિલોગ્રામ કિં. રૂા. 15,000નો જથ્થો ભરી ગણેશ કાંટા તરફ વેચાણ માટે કોઈ ઈશમ જઈ રહ્યો છે ત્યારે મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર રેડ પાડી ચોખાના જથ્થા સહિત તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઈશમની અટક કરી હતી. પોલીસે પકડાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.