અંજારમાંથી 68 હજારનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર

copy image

copy image

 અંજાર શહેરમાંથી 68 હજારનો દારૂનો જથ્થો પોલીસે કબ્જે કર્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. પરંતુ હાથ ધરવામાં  આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી ઈશમ હાજર મળી આવેલ ન હતો. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંજાર શહેર જી.આઇ.ડી.સી. સામે નવાનગરમાં રહેતો શૈલેશ રઘુરામ મઢવી નામના શખ્સે પોતાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડનો કુલ રૂા. 68,300નો અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. હાથ ધરવામાં કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળી આવેલ ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી નાસી છૂટેલ આરોપી ઈશમને દબોચવા આગળની તજવીજ હાથ ધરી છે.