રોડ પર રખડતા ઢોરોનો ત્રાસ કેટલો વધી ગયો છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે

copy image

હાલમાં રોડ પર રખડતા ઢોરોનો ત્રાસ કેટલો વધી ગયો છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કોઈ પણ જગ્યા જેમ કે બસ સ્ટેશન હોય કે કોઈ પણ દુકાનની સામે લોકો સુરક્ષિત ઊભા નથી રહી શકતા. કારણ કે દરેક જગ્યાએ આંખલાઓ તેમજ રખડતા ઢોરોનો ત્રાસ હોય છે. ઘણા બધા રોડ રસ્તાઓ પર ઊભા લોકોને આંખલાઓએ ઇજાગ્રસ્ત કર્યા છે તેવા કેટલાક કિસ્સાઓ આપણી સમક્ષ આવી ચૂક્યા છે. તેમજ રખડતા ઢોરોનો કારણે કેટલો ટ્રાફિક જામ પણ થાય છે. અને રોડ પર ઊભા લોકો પર અચાનક જ વાર કરી દે છે. જેથી આવા આંખલાઓ તેમજ રખડતા ઢોરોથી બને તેટલું દૂર રહેવું.