ગુજરાત હાઈકોર્ટે આજે દુષ્કર્મ કેસ મામલે આસારામને મોટી રાહત : કામચલાઉ જામીનને 7 જુલાઈ સુધી લંબાવી દેવાયા

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટે આજે દુષ્કર્મ કેસ મામલે આસારામને મોટી રાહત આપી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે, કોર્ટ દ્વારા તેના કામચલાઉ જામીનને 7 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવેલ છે. આ કેસમાં તે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. અરજીની સુનાવણી દરમ્યાન આસારામના હંગામી જામીનને ત્રણ મહિના લંબાવી દીધા હતા, જે અગાઉ 28 માર્ચે આપવામાં આવ્યા હતા. તે જામીન 30 જૂને પુરા થઇ રહ્યા હતા, જેને હવે 7 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવેલ છે.