મેઘપર (કુ)માં 15 વર્ષીય કિશોરીએ કર્યો આપઘાત

copy image

copy image

અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીમાં કિશોરીએ કોઈ અકળ કારણોસર આપઘાત કરી લીધો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર મેઘપર કુંભારડીના ગોપાલ પાર્કમાં રહેતી 15 વર્ષીય જાગૃતિબેન પોતાના ઘરે હાજર હતી તે સમય દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. ઉપરાંત તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. કિશોરીએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની વધુ તપાસ પોલીસે આદરી છે.