ગાંધીધામમાં ઘરમાં ઘૂસી ચાર શખ્સોએ એક યુવાન પર કર્યો પાઈપ અને ધોકા વડે હુમલો

હુમલો
હુમલો
copy image

ગાંધીધામમાં એક યુવાન પર ચાર શખ્સોએ હુમલો કરી દેતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામમાં આવેલ મહેશ્વરીનગરમાં આ બનાવ બન્યો હતો. અહી રહેનાર ફરિયાદી એવા જયંતી આસમલ સીજુ ગત તા. 24-6ના સાંજના અરસામાં પોતાના ઘરે હાજર હતો તે સમયે આરોપી ઈશમો તેમની ઘરની નજીક ગાળો બોલી રહ્યા હતા, જેથી ફરિયાદીએ તેમને ગાળો બોલવાની ના કરતાં આરોપી ઈશમો તેના ઘરમાં ઘૂસી જઇ અને ફરિયાદી પર પાઈપ અને ધોકા વડે હુમલો કરી દીધો હતો ઉપરાંત ફરિયાદીના માતા ભચીબેન, બહેન ખુશી તથા દાદા કાનજીભાઇ અને જ્યોતિબેન વચ્ચે પડતાં આ શખ્સોએ તેમને પણ માર માર્યો હતો અને ઘરમાં રહેલા ટીવી, ફ્રીઝ વગેરે સરસામાનમાં તોડફોડ કરી હતી. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.