“એક પેડ માં કે નામ ૨.૦ અભિયાન” અંતર્ગત કુરન ચેકડેમ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવેલ

copy image

માનનીય વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ “એક પેડ માં કે નામ ૨.૦ અભિયાન” અંર્તગત ૨૮-જુન ૨૦૨૫ના રોજ ગુજરાત રાજયના માનનીય મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે તેમજ કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ઘારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઇ વરચંદ, કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પોલિસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા તથા નાયબ વન સંરક્ષકશ્રી સામાજીક વનીકરણ વિભાગ-કચ્છ જેઆર.પટેલ તથા અન્ય પદાધિકારીઓ તથા મહાનુભાવોની ઉપસ્થિતીમાં કુરન ચેકડેમ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવેલ. વધુમાં વન વિભાગ દ્વારા કુરત માધ્યમિક શાળા ખાતે પવિત્ર ઉપવન બનાવવામાં આવેલ છે. જેમાં 900 રોપા જેવા કે વડ, લિમડો, પીપળો જેવી સ્થાનિક પ્રજાતીના લોન્ગ લાસ્ટીંગ મલ્ટીપર્પઝ ઈન્ડીજીનીયસ ટ્રી (LLMPIT) રોપાનું વાવેતર તથા બાળકોને પોષણ મળી રહે તે હેતુથી ફળાઉ રોપા જેવા કે બદામ, આમળા, ગુંદા, જાંબુ, સૅતુર, જામફળ તથા દાડમ વગેરેનું વાવેતર કરવામાં આવેલ છે સાથો-સાથ બાળકોના શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી પ્રાથમિક શાળા ખાતે કસરતના તથા રમત-ગમતના સાઘનો પણ રાખવામાં આવ્યા છે. આ સિવાય કુરન ગામના એપ્રોચ રોડ તથા માધ્યમિક શાળા ના સંકુલમાં અંદાજીત ૫૦૦ રોપાનું વાવેતર કરવામાં આવેલ છે.
વધુમાં વનમહોત્સવની ઉજવણીના ભાગરૂપે રોપા વિતરણ કેન્દ્ર પણ બનાવવામાં આવેલ જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રી.ના સભા સ્થળે ઉપસ્થિત રહેલ ગ્રામજનોને અંદાજીત ૧૫૦૦ જેટલા રોપાનું વિતરણ કરવામાં આવેલ.