ખારીરોહર નજીક કિશોરી પર બળાત્કાર ગુજાર્યાનો મામલો પોલીસ ચોપડે ચડયો

copy image

copy image

ખારીરોહર નજીક કિશોરી પર બે કિશોરો દ્વારા બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ આ બનાવ ચાર મહિના અગાઉ ખારીરોહર નજીક શાંતિલાલ ગોદામ પાસે રાત્રિના ભાગે બન્યો હતો. ભોગ બનનાર કિશોરીને આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ વાત ચાર મહિના પછી કિશોરીને ગર્ભ રહી જતાં બહાર આવી હતી. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.