ભુજ ખાતે રાષ્ટ્રીયકક્ષાની સિનિયર મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશીપનો ટોસ ઉછાળી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

         કચ્છના બે દિવસીય પ્રવાસે પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે દ્વિતીય દિવસે ભુજ કચ્છી લેવા પટેલ સમાજના સરદાર પટેલ વિદ્યા સંકુલમાં આયોજિત રાષ્ટ્રીયકક્ષાની સિનિયર મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશીપનો મશાલ પ્રજ્વલન સાથે ટોસ ઉછાળી પ્રારંભ કરાવ્યો હતો. મહિલા સ્પર્ધકોને શુભેચ્છા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કેગુજરાતમાં ખીલેલું ઉચ્ચ સ્તરનું સ્પોર્ટ્સ કલ્ચર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનનું પરિણામ છે. શિક્ષણની સાથે વડાપ્રધાનશ્રીએ રમતગમતને આપેલા પ્રાધાન્ય થકી આજે દેશભરમાં ખેલો ઇન્ડિયાથી સ્પોર્ટ્સ પ્રતિભાઓ ઝળકી રહી છે. ત્યારે આ ૫૪મી સિનિયર નેશનલ વિમેન હેન્ડબોલ ચેમ્પિયનશીપ-૨૦૨૫નું આયોજન એનું જ ઉત્તમ ઉદાહરણ છે.

                ૫૪મી સિનિયર મહિલા હેન્ડબોલ સ્પર્ધામાં સહભાગી થતાં મુખ્યમંત્રીશ્રીએ કચ્છ નૂતન વર્ષની શુભકામના પાઠવવા સાથે કચ્છી નવા વર્ષના પાવન પર્વે કચ્છમાં ૧૦૯ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ૧૦૮ બાળકોને શાળામાં પ્રવેશ કરાવવાના અવસર સાથે હેન્ડબોલ ચેમ્પિયનશીપ શરૂ કરાવવાની સાંપડેલી તક બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કેવડાપ્રધાનશ્રી દ્વારા ખેલે તે ખીલેના મંત્ર સાથે વર્ષ ૨૦૧૦માં શરૂ થયેલા ખેલ મહાકુંભના માધ્યમથી છેક છેવાડાના ગામડાથી લઈને મહાનગરોના ખેલાડીઓના કૌશલ્યને બહાર આવવાની તક મળી છે.

                આ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ રહેલી તમામ ખેલાડી બહેનોને શ્રેષ્ઠ પ્રદર્શન માટે મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છાઓ પાઠવતા વધુમાં ઉમેર્યું હતું કેઅંબાજી ધામ ખાતે યોજાયેલી આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધા બાદ માં આશાપુરાની ધરતી કચ્છ પર આયોજિત વર્તમાન રાષ્ટ્રીય મહિલા ટુર્નામેન્ટ દેશના જુદા જુદા રાજ્યોની નારીશક્તિને પોતાનું ખેલ કૌશલ્ય દર્શાવવાનું પ્લેટફોર્મ બની રહેશે. આ ચેમ્પિયનશીપ થકી “એક ભારત શ્રેષ્ઠ ભારત” સાકાર થશે .                   

 ૩૦ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની ટીમના ૫૪૦ મહિલા ખેલાડીઓને સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કેવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા દાયિત્વના અગિયાર વર્ષમાં દેશના સ્પોર્ટ્સ કલ્ચરમાં આવેલા બદલાવ થકી આ સમય યુવાનો અને રમતવીરો માટેનો સુવર્ણ સમય રહ્યો છે. દેશમાં એથ્લિટ્સ માટે ઉભી કરાયેલી આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમકન્ડીશનિંગ અને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રકચરના કારણે દેશની ખેલ પ્રતિભાઓને એક મોટા પ્લેટફોર્મ સાથે સારા એથ્લીટ્સ પ્રાપ્ત થયા છે. જેના પગલે વૈશ્વિક સ્પર્ધાઓમાં ભારતીય ખેલાડીઓ દેશનું ગૌરવ વધારી રહ્યા છે. આ તકે મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં દેશને ગૌરવ અપાવનાર ચેસ ચેમ્પિયન ભારતીય યુવા ગૂકેશનિરજ ચોપરા તથા દેશની દીકરી દિવ્યા દેશમુખેને યાદ કરીને યુવાનોને રમતમાં રસ દાખવવા અનુરોધ કર્યો હતો.

                મુખ્યમુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કેવડાપ્રધાનશ્રી વર્ષ ૨૦૩૬ના ઓલિમ્પિક્સ ગેમ્સની યજમાની માટે દેશને સજ્જ કરવા કટિબદ્ધ છે. ઓલિમ્પિક્સમાં દેશની ઝોળીમાં વધુ મેડલ આવે તે માટે પ્રતિભાશાળી ખેલાડીઓને ટાર્ગેટ ઓલિમ્પિક્સ પોડીયમ સ્કીમ જેવી યોજના હેઠળ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.  વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાત પણ ઓલિમ્પિક્સ ૨૦૩૬ના રન-અપના ભાગરૂપે આગાર્મી વર્ષોમાં પાંચ જેટલી વર્લ્ડ ક્લાસ ગેઈમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે

                વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના પ્રયાસોના પરિણામે ભારતને મળેલી વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સ ૨૦૨૯ના યજમાન બનવાની ગૌરવપૂર્ણ તક બદલ આનંદ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કેઆ રમતોનું આયોજન એકતાનગરગાંધીનગર અને અમદાવાદ ખાતે થવાનું છે. ત્યારે ગુજરાતને સ્પોર્ટ્સ એક્સલન્સમાં અગ્રેસર બનાવવાની દિશામાં આવા આયોજનો દિશાસૂચક બનશે.

                વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં બે દશકમાં ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચરનો ચિતાર આપતા મુખ્યમંત્રીશ્રી જણાવ્યું હતું કે૨૦૦૨માં રાજ્યમાં ફક્ત ૩ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતાઆજે ૨૪ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. ઓલિમ્પિક ગેમ્સ માટે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને સ્પોર્ટ્સ કોમ્પલેક્સ વિકસાવવામાં આવી રહ્યાં છે. ૨૦૩૬ પહેલાં ગુજરાતમાં સુગ્રથિત સ્પોર્ટસ ઈકોસિસ્ટમ વિકસે તે માટે ગુજરાતે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાની જણાવી વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સનું આયોજન દેશમાં અને ગુજરાતમાં ખેલ-કૂદને પ્રોત્સાહક અને પ્રતિભાઓને નિખરવાનું વાતાવરણ બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

                આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના મેદસ્વિતામુક્ત ભારતના અભિયાનમાં ખેલાડીઓને યોગદાન આપવાની અપીલ સાથે ખેલદીલીની ભાવના સાથે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા મહિલા ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.

                આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ વિવિધ રાજ્યોની મહિલા ખેલાડીઓને ચેમ્પિયનશીપની શુભેચ્છા પાઠવતા ખેલદિલી અને શિસ્તબદ્ધતા સાથે ટુર્નામેન્ટમાં ભાગ લઈને સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

                ઉલ્લેખનીય છે કેસરદાર પટેલ વિદ્યાસંકુલ ખાતેના લાલજી રૂડા પિંડોળીયા રમત-ગમત સંકુલ ખાતે તા. ૩ જુલાઇ સુધીના આયોજનમાં હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાહેન્ડબોલ ફેડરેશન ગુજરાતહેન્ડબોલ ફેડરેશન ઓફ કચ્છ સહયોગી છે. આ ચેમ્પિયનશિપમાં ભારતના ૫૪૦ મહિલા ખેલાડી૧૮ કોચ-મેનેજર ભાગ લઇ રહ્યા છે. સ્પર્ધામાં અર્ધલશ્કરી દળો જેવા કે એસ.એસ.બીબીએસએફસીઆરપીએફપંજાબ પોલીસના ચુનંદા મહિલા ખેલાડીઓ સંબધિત રાજ્યોની ટીમોમાં ભાગ લઇને પોતાનું કૌવત દર્શાવશે.

                આજના કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડાજિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાભુજ નગરપતિશ્રી રશ્મિબેન સોલંકીસર્વ ધારાસભ્યોશ્રી કેશુભાઇ પટેલશ્રી ત્રિકમભાઇ છાંગાભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદ વરસાણીશ્રી કલેક્ટરશ્રી આનંદ પટેલજિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમપશ્ચિમ કચ્છ એસ.પીશ્રી વિકાસ સુંડાપ્રાંત અધિકારીશ્રી ડૉ.અનીલ જાદવઆગેવાનશ્રી કચ્છી લેવા પટેલ સમાજના અધ્યક્ષશ્રી વેલજીભાઈ પિંડોરિયાએજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ગોપાલભાઈ ગોરસીયાફેડરેશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરી જનરલ શ્રી ડૉ. પ્રીતિપાલ સિંઘ સલુજા અને માનદ ટ્રેઝરરશ્રી ગુરૂશરણ સિંઘહેન્ડબોલ ફેડરેશન ગુજરાતના પ્રમુખશ્રી રવીન્દ્રસિંહ રાજપૂતકચ્છ હેન્ડબોલ ફેડરેશના પ્રમુખશ્રી મનીષ પટેલસહિત ટુર્નામેન્ટના દાતાશ્રીઓ તથા મોટી સંખ્યામાં મહિલા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિજ્ઞા વરસાણી