સામખીયારી પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશનનો રૂ,૭૮,૨૫,૨૦૦/- નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ–કચ્છ,ગાંધીધામ

copy image

copy image

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી ની ટીમ સામખીયારી પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હડીકત મળેલ કે ટેન્ડર નં.જીજે-૦૬-એઝેડ-૯૨૨૩ વાળુ સામખીયારી બ્રીજ તરફથી મોરબી તરફ જઈ રહેલ છે અને તેમા દારૂ ભરેલ છે. જેથી ઉપરોકત હડીકત વાળા ટેન્ડરની વોચમાં એલ.સી.બી. ટીમ હતી તે દરમ્યાન સામખીયારી બ્રીજ તરફથી બાતમી હડીડત વાળુ ટેન્કર આવતા ટેન્ડર ઉભુ રખાવી હાજર મળી આવેલ ઇસમ જગદીશ સ/ઓ દેવારામ ડારા (બિશ્નોઈ) રહે. ગામ ભાટીપ,પોસ્ટ-પમાણા,થાના ડરડા તા.રાણીવાડા જી.ઝાલોર (રાજસ્થાન) વાળાને પુછપરછ કરતા ટેન્ડરમાં ગેરકાયદેસર દારૂ ભરેલ હોવાનુ જણાવતા ઉપરોકત ઇસમને ઈસમને પ્રોહી મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનું નામ

(૧) જગદીશ સ/ઓ દેવારામ ડારા (બિશ્નોઈ) ઉ.વ. ૪૫ રહે. ગામ ભાટીપ,પોસ્ટ-પમાણા, થાના કરડા તા.રાણીવાડા જી.ઝાલોર (રાજસ્થાન) (ટેન્ડર ડ્રાઈવર)

પડડવાના બાડી આરોપીના નામ

(૧) કાળુ બિશ્નોઈ રહે. સાંચોર (માલ ભરાવનાર)

(૨) સંજયસિંહ વિજેન્દ્રસિંહ રહે. ગામ ખુડી જી.સિકર (રાજસ્થાન) (માલ મોકલનાર)

(3) ધીરસિંહ સુભાષ રેવાડ રહે. ગામ માડાસી જી.ઝુંઝનુ (રાજસ્થાન) (માલ મોકલનાર )