સગીર વયની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર અજાણ્યા આરોપી ઇસમોને શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી પૂર્વ-કચ્છ, ગાંધીધામ પોલીસ

copy image

ગઇ તા.૨૬/૦૬/૨૦૨૫ ના રોજ આદીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિદેવ મંદીરથી શિણાય તરફ જતાં રસ્તા ઉપર ભોગ બનનાર તથા તેઓના મિત્ર ફરવા માટે ગયેલ દરમ્યાન મો.સા. ઉપર આવેલ બે અજાણ્યા ઇસમોએ સગીર વયના (ભોગ બનનાર) તથા તેઓના મિત્રને ધમકાવી, ભોગ બનનાર નું અપહરણ કરી રસ્તામાં કોઇ જગ્યાએ લઇ જઇ ભોગ બનનાર સાથે બળજબરી કરી, ધાક-ધમકીઓ આપી દુષ્કર્મ આચરી ગુન્હો કરેલ જે બાબતે આદીપુર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૦૪૧૧/૨૦૨૫, ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૧૩૭ (૨), ૬૫(૧), ૩૫૧(૩), ૩(૫) તથા પોક્સો એક્ટ કલમ-૪, ૬ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ.
સદરહુ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ મહે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ કચ્છ-ભુજ તથા મહે પોલીસ અધિક્ષકશ્રી, સાગર બાગમાર સાહેબ, પૂર્વ-કચ્છ, ગાંધીધામ નાઓએ જરૂરી માર્ગદર્શન આપી ગુનો શોધી કાઢવા સુચનાઓ આપતા પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા, એલ.સી.બી. તથા પોલીસ ઇન્સપેક્ટર એમ.સી.વાળા, આદીપુર પો.સ્ટે. તથા પો.સ.ઇ. ડી.જી.પટેલ, એલ.સી.બી તથા પો.સ.ઇ. આર.એમ.ડુવા તથા એલ.સી.બી. તેમજ આદીપુર પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તાત્કાલીક ગુન્હાવાળી જગ્યાની વીઝીટ કરી સુંદર ગુન્હો આચરનાર અજાણ્યા આરોપી ઇસમોને શોધી કાઢવા સારૂ આજુબાજુ માં તપાસ કરી સી.સી.ટીવી ફુટેઝ ચેક કરી, ટેકનીકલ સર્વલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ ની મદદથી ગણતરી ના સમયમાં આ ગુનામાં સંડોવાયેલ નીચે જણાવ્યા મુજબના આરોપી ઇસમોને શોધી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ
(૧) મહેશ ઉર્ફે ડાભલો સ/ઓ મોતીભાઇ જાતે-કોલી, ઉ.વ.૨૬, રહે.વિજયનગર, કોલી વાસ, અંજાર તા.અંજાર
(૨) સંદીપગર સ/ઓ ઘનશ્યામગર જાતે-ગુસાઇ, ઉ.વ.૨૫, રહે.નવકાર હોમ્સ, મેઘપર કુંભારડી તા.અંજાર
કબ્જે કરેલ મુદામાલ
(૧) એક કાળાં કલરનુ સુઝુકી કંમ્પનીનુ નંબર પ્લેટ વગરનુ જીક્ષર મો.સા.૦૧, કિ.રૂ.૭૦,૦૦૦/-
(૧) મોબાઇલ ફોન નંગ-૦૧, કિ.રૂ.૫૦,૦૦૦/-
- મુદ્દામાલ કુલ્લે કિ.રૂ.૧,૨૦,૦૦૦/-
આ કામગીરી પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા, એલ.સી.બી. તથા પોલીસ ઇન્સપેક્ટર એમ.સી.વાળા, આદીપુર પોલીસ સ્ટેશન તથા પો.સ.ઇ. ડી.જી.પટેલ, એલ.સી.બી તથા પો.સ.ઇ. આર.એમ.ડુવા, આદીપુર પોલીસ સ્ટેશન તથા એલ.સી.બી. તેમજ આદીપુર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.