ગાંધીધામમાં ખુલ્લેઆમ જુગાર રમતા ચાર જુગારીઓને પોલીસે દબોચ્યા

copy image

copy image

ગાંધીધામમાં ખુલ્લેઆમ જુગાર રમતા ચાર ખેલીઓને પોલીસે દબોચી લીધા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ગાંધીધામના કાર્ગો રામદેવ નગરમાં અમુક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા હતા. તે સમય દરમ્યાન અચાનક ત્રાટકેલી પોલીસે જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા હતા. પકડાયેલ ઇસમો પાસેથી રોકડ રૂા,10,500 તેમજ ગંજીપાના જપ્ત કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.