મુંદરાના પશ્ચિમ બંદરના દરિયામાંથી કોહવાયેલી લાસ મળી આવતા ચકચાર

copy image

મુંદરાના પશ્ચિમ બંદરના દરિયામાંથી અત્યંત કોહવાયેલી ખરાબ હાલતમાં અજાણી વ્યક્તિની લાસ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ ગત તા,28/6ના રાતના અરસામાં મુંદરાના પશ્ચિમ બંદર બાજુ દરિયામાંથી અજાણી વ્યક્તિની કોહવાયેલી લાસ મળી આવી હતી. તે લાસ એટલી ખરાબ હાલતમાં હતી કે તે સ્ત્રીની છે, કે પુરુષની તે જાણવું મુસ્કીલ બન્યું હતું. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ લાસ કોની છે,તે સહિતની વધુ તપાસ પોલીસે આરંભી છે.