માંડવીના બાડા ગામે 43 વર્ષીય આધેડે ઝેરી દવા ગટગટાવી લેતા મોત

copy image

માંડવી ખાતે આવેલ બાડા ગામે 43 વર્ષીય આધેડે સ્મશાનમાં જઇ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી રહી છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત તા;29/6ના માંડવીના બાડા ગામમાં રહેનાર 43 વર્ષીય આધેડ રમજુ ફકીરા કોલીએ કોઈ અગમ્ય કારણોસર ગામના સ્મશાનમાં જઇ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ત્યાર બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.